અમદાવાદઃ અમદાવાદમાં આજે મોડી સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા બાદ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેનો આનંદ માણવા શહેરીજનો રસ્તા પર ઉમટી પડ્યા હતા. અને વરસાદી માહોલમાં મજા માણી રહેલા જોવા મળ્યા હતા. તો ખાણીપીણીના સ્ટોલો પર પણ અમદાવાદીઓએ વરસાદી માહોલમાં સ્વાદની મજા માણી હતી. આ ઉપરાંત છેલ્લે મળી રહેલા અહેવાલ પ્રમાણે ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
આ સિવાય પ્રહલાદનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત સેટેલાઇટ,ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ,એસ.જી.હાઇવે,બોપલ,ઘૂમા,શીલજ,શેલા,સરખેજ,મકરબા,થલતેજ, ઇસ્કોન પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
અમદાવાદમાં કાળા ડીબાંગ વાદળ પછી વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ
abpasmita.in
Updated at:
29 Aug 2016 01:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -