અમદાવાદ: ગુજરાત પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાનમાં અમદાવાદના રેન્જ IG તરીકેની ફરજ બજાવતા કેસરીસિંહ ભાટીનું આજે નિધન થયું છે. અમદાવાદના રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા કેજી ભાટીનું નિધન થતા પોલીસબેડામાં શોકનો માહોલ છે.

અમદાવાદના રેન્જ આઈજી કે જી ભાટી બે દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ આંતરડાની બીમારીની સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન આજે કે જી ભાટીનું નિધન થયું છે. તેમના નિધનના કારણે પોલીસબેડામાં શોકનો માહોલ છે.