અમદાવાદઃ 142મી રથયાત્રાને લઈ ભગવાન જગન્નાથ આજે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથ નગરચર્યા પર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરાવતાની સાથે જ રથયાત્રાની શરૂઆત થઈ હતી.


આ પહેલા સવારે 4.15 કલાકે મંગળા આરતી થઈ હતી. દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પત્ની સાથે મંગળા આરતી કરી હતી. મંગળા આરતી બાદ અમીછાંટણા થતાં હાજર ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ ઉપરાંત ભગવાનના મોસાળ સરસપુરમાં પણ સવારે આરતી બાદ વરસાદ વરસ્યો હતો.

રથયાત્રા પસાર થવાના રૂટ પર કેટલા વાગે કયો રસ્તો રહેશે બંધ, કયા વૈકલ્પિક રસ્તાનો કરી શકાશે ઉપયોગ, જાણો વિગત

જગન્નાથ મંદિરમાં ખીચડી પ્રસાદનું શું છે મહત્વ, જુઓ વીડિયો