અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1.98 ઈંચ વરસાદ વરસ્યો છે અને સિઝનનો આ વર્ષે સરેરાશ 28.79 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારથી જ રાણીપ, વાડજ, ઘાટલોડિયા, એસ જી હાઈવે, પ્રહલાદનગર, બોપલમાં વરસાદ વરસી રહ્યો છે. તો બાપુનગર, નરોડા, નિકોલ, ઈંડિયાકોલોની, ઠક્કરબાપાનગર, મણિનગરમાં પણ વરસાદ નોંધાયો છે.
સતત વરસી રહેલા વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સરસપુર વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાયા છે. વસ્ત્રાપુરમાં નિર્માણ હાઈસ્કુલ પાસે મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. જશોદાનગરમા ગટર ઉભારાવાના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં 27 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.