અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યાં હતાં. હાલનો માહોલ જોતાં જ એવું લાગી રહ્યું છે કે, અમદાવાદમાં સાંજ પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. જોકે હાલ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સોમવારે મોડી સાંજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સવારથી કડાકા-ભડાકા સાથે વસ્ત્રાપુર, શ્યામલ, સેટેલાઈટ, વેજલપુરમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આ સિવાય અમદાવાદના SG હાઈવે, ઈસ્કોન, બોડકદેવ, રાણીપ, ગોતા, ઘાટલોડિયા, સોલા, નરોડા, હાટેકેશ્વર, અમરાઈવાડીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા.
અમદાવાદમાં મંગળવારે વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ અંડિગો જમાવતાં સામાન્ય દિવસ કરતા વિઝિબિલિટી ઓછી જોવા મળી હતી. બીજી તરફ વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતાં. અમદાવાદના મુખ્ય રસ્તાઓ સહિત અંદરના રસ્તાઓમાં ઠેર ઠેર પડેલા ગાબડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
અમદાવાદની વાત કરીએ વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સમગ્ર શહેરના જનજીવનને ઠપ કરી દીધુ હતુ. સવારે 6 થી 9 વાગ્યા સુધી સામાન્ય વરસાદ રહ્યો, બાદમાં 9 વાગ્યા પછી ભારે વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ઓફિસ અને ધંધા-રોજગાર જવા માટે તકલીફો પડી હતી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને ટ્રાફિક જામ થયા હોવાના સમાચારો પણ મળી રહ્યાં છે. ભારે વરસાદના કારણે શહેરમાં વિઝિબિલીટી ડાઉન થઇ ગઇ હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.