અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાનાં રૌદ્ર સ્વરૂપને કારણે ગરમીનો પારો ઊંચકાયો છે. ગુજરાતના 12 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે. જ્યારે ગઇકાલે અમદાવાદ, રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રી જેટલું નોંધાયું હતું. આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં હાઈપ્રેશરની સિસ્ટમ ડેવલપ થતાં ગરમીમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે.




અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુરુવારે અમદાવાદમાં 43.7 ડીગ્રી ગરમી નોંધાતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.



અમદાવાદમાં ગુરૂવારે ઉનાળામાં પહેલીવાર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેના કારણે બધાં રસ્તાઓ સૂમસામ બન્યાં હતાં. લોકો બપોરે કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. AMCએ આજે શુક્રવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે, ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.