અમદાવાદ: અમદાવાદમાં એએમસી અને AHNAના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલ જે AMC સાથે કરારબદ્ધ નહિ હોય તેના માટે કોરોનાના દર્દીઓની સારવારના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. સરકારે સૂચવેલા 9 હજારના કોવિડ પેકેજ સામે 8 હજાર 100 રૂપિયા ભાવ નક્કી કરાયો છે, તો HDU વોર્ડના 12 હજાર 600ના બદલે ઘટાડો કરી 10 હજાર ભાવ નક્કી કરવામાં આવ્યા છે. માત્ર ICU વોર્ડમાં સારવાર લેતા દર્દીઓના 18 હજાર 50ના સ્થાને ભાવ ઘટાડો કરીને 14 હજાર 500 ભાવ કરવામાં આવ્યા છે.


આ સાથે જ પ્રાઇવેટ હોસ્પિટલ જેઓ AMC સાથે કરારબદ્ધ નહિ હોય તેમના પણ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય વોર્ડમાં ભાવ ઘટાડીને 9 હજારના સ્થાને 7 હજાર 200 કરવામાં આવ્યા છે, તો HDU વોર્ડમાં દાખલ દર્દીઓ પાસેથી હવે ખાનગી હોસ્પિટલ 12 હજાર 600ના સ્થાને 10 હજાર રૂપિયા લેવામાં આવશે.

AMCએ કોરોના સારવારના દરમાં મોટો ઘટાડો કર્યો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા આ જાહેરાત કરાઈ છે. આવતીકાલે સવારથી નવા દર લાગૂ થશે. આ જાહેરાતથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓને મોટી રાહત થશે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવારના દરમાં ઘટાડો કરાયો છે. ત્યારે AMC અને પ્રાઈવેટ બેડ ધરાવતી હોસ્પિટલોના નવા દર આ મુજબ છે.