અમદાવાદમાં પડતા ભૂવાનો આ રીતે ઉકેલ લાવશે કોર્પોરેશન, જાણો વિગત
abpasmita.in | 03 Sep 2019 09:01 PM (IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માઈક્રોટનલિંગ મેથડ દ્વારા જમીનમાં રોબર્ટ ઉતારશે. આ રોબર્ટ લિકેજ પાઈપલાઈનનું સમારકામ કરશે.
અમદાવાદઃ સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં ભુવા પડવા લાગે છે. ઘણી જગ્યાએ આખી કાર સમાઈ જાય તેટલા મોટા ભુવા પડે છે. અમદાવાદમાં પડતા ભુવા માટે ડ્રેનેજની લીકેજ થતી લાઇન જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. જેનો ઉકેલ લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી કાર્યપદ્ધતિ અપનાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માઈક્રોટનલિંગ મેથડ દ્વારા જમીનમાં રોબર્ટ ઉતારશે. આ રોબર્ટ લિકેજ પાઈપલાઈનનું સમારકામ કરશે. હાલ અમદાવાદમાં વાડજ સર્કલથી પાલડીના વર્ષા ફ્લેટ સુધી અંડર ટનલ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. આ નવી પદ્ધતિ અપનાવ્યા બાદ શહેરમાં ભુવા પડે છે કે નહીં તે તો આગામી થોડા દિવસોમાં જ ખબર પડશે. 15,000 કિંમતની સ્કૂટીનો ટ્રાફિક પોલીસે ફટકાર્યો 23,000 રૂપિયાનો દંડ, જાણો વિગતે ગુજરાતમાં લોન્ચ થયું હાઈસ્પીડ ઈલેક્ટ્રીક સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો