અમદાવાદઃ 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડના પાખંડ ઉઘાડા પડી ગયા બાદ તેને લઈ રોજ નવી નવી વાતો સામે આવી રહી છે. અમદાવાદના ચાંદખેડામાં ધનજી ઓડ ભાડાના બંગલામાં રહેતો હતો અને આ માટે દર મહિને તે હજારો રૂપિયા ભાડું પણ ચુકવતો હતો. ધનજી ઓડ જે મકાનમાં રહેતો હતો તે મકાનનો ભાડા કરાર પત્નીના નામે કરાવ્યો હતો. મકાનનો ભાડા કરાર ધનજીની પત્ની પવનીબેન ઓડના નામે હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં પોલીસે ધનજીનાં ભાડાનાં બંગલાની આસપાસમાં રહેતા રહીશોનાં પણ નિવેદન નોંધ્યા છે.




ધનજી ઓડ વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં બોટાદનાં ભીખાભાઇ માણિયાએ ફરિયાદ નોંધાવી છે ત્યારથી જ ધનજી ઓડ ભૂગર્ભમાં જતો રહ્યો છે. આ અંગે ઢબુડી માનું નિવેદન લેવાનું છે ત્યારે હાલ ધનજી ઓડ સામે આવી નથી રહ્યો. પોલીસે તેને આ અંગે નોટિસ પણ આપી છે. ધનજીને પોતાની હકીકત બહાર આવે તેવી બીક લાગી રહી છે. ધરપકડથી બચવા માટે ધનજી ઓડે આગોતરા જામીન અરજી ગાંધીનગર કોર્ટમાં કરી છે. જેની સુનાવણી છઠ્ઠી તારીખે છે.



હાલ પેથાપુર પોલીસ રૂપાલ ગામમાં ઢબુડી માતાનો જ્યાં દરબાર ભરાતો હતો એની બાજુનાં રહીશોની પૂછપરછ કરી રહી છે. તેમણે પાંચ લોકોનાં નિવેદન નોંધ્યા છે.

કુલભૂષણ જાધવને સીક્રેટ જગ્યાએ મળ્યા ડેપ્યુટી હાઈ કમિશ્નર, અઢી કલાક ચાલી વાતચીત, જાણો વિગત

Jioને ટક્કર આપવા Airtel લાવ્યું સ્માર્ટ સેટ ટોપ બોક્સ, જાણો કિંમત અને શું છે વિશેષતા

મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં કેટલા રન બનાવ્યા ? આંકડો જાણીને લાગશે આંચકો