અમદાવાદઃ શાહીબાગમા મહંત સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. અસારવામા આવેલ કબીર મંદિરના મહંત સામે ફરિયાદ થઈ છે. સગીરા સાથે બળાત્કાર કરતા ફરિયાદ નોંધાઈ છે. ભત્રીજા સાથે લગ્ન કરવાની લાલચ મહંતે આપી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આવી જ કંઇક ઘટના રાજકોટમાં પણ સામે આવી હતી. જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીએ જૂનાગઢના ભૂવા સામે 10 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીએ આપઘાત પહેલા સૂસાઇડ નોટ પણ લખી હતી, જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સૂસાઈડ નોટમાં ગર્ભ રાખી દીધાનો ઉલ્લેખ કરાયો છે. ભૂવાએ લગ્ન કરીશ એવું કહી સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ની બનાવી હતી.
રાજકોટ સુરજ ભુવાજી વિરૂદ્ધ દુષ્કર્મના મામલે હવે સુરજ ભુવાજીનો વિડીયો વાયરલ થયો છે. ઈન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરાયો છે. વીડિયોમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું. યુવતીની માંગણી ન સંતોષાતા દાખલ કરી છે ખોટી ફરિયાદ. યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી હતી. પુરાવા એકત્ર કરી પોલીસ સ્ટેશને સામેથી જઈશ. ત્રણ દિવસ પૂર્વે યુવતીએ રાજકોટમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી. ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો.
સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાયરલ કરી દીધા હતા. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી, પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.