Ahmedabad: અમદાવાદ ગ્રામ્યમાં આવતાં સાણંદથી દુખદ સમાચાર આવ્યા છે. સાણંદના પ્રાંત ઓફિસર આર.કે.પટેલે ફ્લેટના પાંચમાં માળેથી કુદીને આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ અકબંધ છે. સાણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ચોથા માળેથી પટકાતા બે પિતરાઈ ભાઇઓના મોત
સુરતના અમરોલીમાં ચોથા માળેથી નીચે પટકાતા બે પિતરાઇ ભાઇઓના કરૂણ મોત નિપજ્યાં છે. કેવી રીતે બની સમગ્ર ઘટના જાણીએ. સુરતના અમરોલીમાં ચાર માળની બિલ્ડિંગની ટેરેસ પર હવા ખાવા માટે બંને પિતરાઇ ભાઇઓ ગયા હતા, અહીં બંને ટહેલતા હતા. બાદ બંને ટેરેસી પાળી પર બેસીને વાતો કરતા હતા. પરંતુ બંને આ સમયે જ અચાનક શું થયું કે બંને નીચે પટકાતા એક ભાઇનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ગંભીર તે ઘવાતા તેને હોસ્પિટલ તાબડતોબ દાખલ કરવામાં આવ્યાં હતા પરંતુ દુર્ભાગ્યવશ બીજા ભાઇનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું. આ ઘટનામાં શું બન્યું કે બંને અચાનક નીચે પટકાયા તે વિશે હજું સુધી કોઇ નક્કર માહિતી નથી મળી, હાલ આ ઘટનાના પગલે પોલીસે અકસ્માતથી મોતની નોંધીને તપાસ શરૂ કરી છે.
ગુજરાત વિધાનસભામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને સુરત અને સૌરાષ્ટ્રમાંથી તેમના વતનમાં લઇ જવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા 600થી વધુ ખાનગી લક્ઝરી બસોને અત્યારથી જ બુક કરાવીને તમામ મતદારાની યાદી પણ તૈયાર કરી દીધી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્માં થનારા મતદાનના દિવસે તમામને મતદાન બાદ પરત લાવવા માટે પણ રાજકીય પાર્ટીઓએ આયોજન કર્યું છે. સુરત અને અમદાવાદમાં રહેતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રના લોકો હજારોની સંખ્યામાં રહે છે. જેમનું મતદાન યાદીમાં નામ તેમના વતનમાં છે. સુરતના વરાછા, યોગી ચોક અને અન્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં હજારોની સખ્યામાં હીરા ઉદ્યોગ સાથે રહેલા કારીગરો રહે છે. જેમનું મતદાર તરીકેનું નામ આજે પણ તેમના વતનમાં છે. ત્યારે તેમના દ્વારા મતદાન ન થાય તો મતદાન પર અસર થઇ શકે છે. સાથેસાથે રાજકીય પાર્ટીઓને પણ નુકશાન થઇ શકે તેમ છે. જેથી રાજકીય પાર્ટીઓએ સુરત અને અમદાવાદના નરોડા, બાપુનગરથી 600થી વધુ બસોને આગામી 30મી નવેમ્બરથી ૨જી ડિસેમ્બર સુધી બુક કરવામાં આવી છે. જેમાં ૩૦મી તારીખે સાંજ સુધીમાં બસોમાં સૌરાષ્ટ્રના વિવિઘ ગામડાઓમાં લઇ જવામાં આવશે. બાદમાં બીજા દિવસે મતદાન કરાવીને તે દિવસે અથવા બીજી ડિસેમ્બરે સુરત અને અમદાવાદ પરત લાવવામાં આવશે. એટલું જ નહી મતદારોને સૌરાષ્ટ્રમાં આવવા બદલે દિવસ પ્રમાણે એક થી બે હજારની રોકડ પણ આપવા માટેનું કહેવામાં આવ્યું છે. આમ, રાજકીય પાર્ટીઓ તેમના મતદારોના મતને મેળવવા માટે અત્યારથી જ માઇક્રો પ્લાનીંગ કરી ચુકી છે.