ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાતની શક્યતાને પગલે ઝડફિયાએ કોંગ્રેસને શું ફેંક્યો મોટો પડકાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Sep 2020 11:38 AM (IST)
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. તેમણે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં તાકાત હોય તો મેદાનમાં આવે. કોંગ્રેસ દિવાલ પર લખી લે, અમે તમામ બેઠકો જીતવાના છીએ.
NEXT PREV
અમદાવાદઃ આજે બપોરે 12.30 વાગ્યે કેન્દ્રીય ચૂંટણીપંચ દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે પત્રકાર પરીષદ કરીને બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવાનું છે. ત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં ખાલી પડેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થાય તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. તેમણે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં તાકાત હોય તો મેદાનમાં આવે. કોંગ્રેસ દિવાલ પર લખી લે, અમે તમામ બેઠકો જીતવાના છીએ. ચૂંટણીના ઢોલ વાગે એટલે બધા જૂથ એક એ ભાજપ, એમ ગોરધન ઝડફિયાએ ઉમેર્યું હતું. અમે બુથ સુધીની વ્યવસ્થા કરી છે.