હાર્દિક પટેલ દ્વારા રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની માંગણી કરાઈ હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે, તેમ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે વિરોધ કર્યો હતો.
સરકારે કોર્ટમાં અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવા યોગ્ય નથી. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહીં જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.