ઠાકોર સમાજના સ્મશાન ગૃહ નજીક આવેલી સોસાયટીના રહીશોએ પાટીદારોનું સ્મશાન ગાયબ થયું હોવાની ફરિયાદ કરી છે અને સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે જે સમાજનું સ્મશાન છે તેને સમસ્ત ગામનું સ્મશાન બનાવવાની જરૂર છે નથી. લોકો સવાલ કરી રહ્યા છે કે, અચાનક પાટીદારોનું સ્મશાન ક્યાં ગાયબ થયું?
ઠાકોર સમાજના સ્મશાનમાં ચાલી રહેલી કામગીરી અંગે પણ વિરોધ જોવા મળ્યો છે. જો કે ઠાકોર સમાજના લોકોનું કહેવું છે કે રેવન્યુ રેકર્ડમાં આ સ્મશાન ઠાકોર સમાજનું સ્મશાન હોવાની નોંધ છે જ ત્યારે તેની સામે કોઈ પણ વિરોધ વ્યાજબી નથી. સ્મશાનના વિકાસ માટે સમાજના પૈસે કામ થઇ રહ્યું હોય ત્યારે રહીશો વિરોધ કરે તે ચલાવી લેવાય નહીં.