Ahmedabad News: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ વધી શકે છે. અમદાવાદ શહેરમાં ગરમી વધવાની સાથે જ હવે રોગચાળામાં પણ વધારો થયો છે. અમદાવાદમાં માર્ચમાં જ ઝાડા-ઉલ્ટી, ટાઇફૉઇડ અને સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો નોંધાયો છે. અમદાવાદમાં આકારા તાપની શરૂઆત થઇ છે, અને સાથે સાથે જ અમદાવાદમાં રોગચાળો પણ વકરી રહ્યો છે. હાલના તાજા રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આ મહિનામાં એટલે કે 24 માર્ચ સુધીમાં શહેરમાં ઝાડા-ઉલ્ટીના 562 કેસ નોંધાયા છે, આ ઉપરાંત શહેરમાં કમળાના 85 કેસો, ટાઈફોઈડના 204 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરના રામોલ, અમરાઈવાડી, ઈન્દ્રપુરીમાં કોલેરાના એક એક કેસો પણ સામે આવ્યો છે. ગરમીનો પારો વધવાની સાથે જ લોકોમાં સ્વાઈન ફ્લૂ, શરદી-ખાંસી, વાયરલ ફિવર વધ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના 173 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળો વધતાં જ તંત્ર દોડતુ થયુ છે.
'આ વર્ષે જૂનથી જ ધોધમાર વરસાદ' -અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારું રહેવાની કરી આગાહી, જાણો શું કહ્યું
અત્યારે માર્ચ મહિનો આખરમાં છે, એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે, ત્યારે આ ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારી રહેવાનું આગાહી કરી છે, સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારૂ રહેશે, આ વર્ષે જૂનમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે. જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત કરવામાં આવી છે. વરસાદની સાથે અંબાલાલ પટેલે ગરમી અને ઉનાળાને લગતી પણ આગાહી કરી છે, તેમના મતે મે મહિનામાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે.