Ahmedabad News:  પતિના મોત બાદ એક કરોડની મિલકત પડાવવા માંગતા સાસરિયાએ તારા પતિ પાછળ તું સતિ કેમ ન થઈ તેવા મહેણા મારતાં સુરતમાં રહેતી અને આઈએએસ બનવાનું સપનું જોતી સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ 15 દિવસ પહેલા અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ પરથી નદીમાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો હતો. યુવતીએ લખેલી સ્યુસાઈટ નોટ તેમજ સાસરિયાએ પોન પર કરેલી તકરારનું ફોન રેકોર્ડિંગ સહિતની વિગતો પોલીસને મળી હતી. યુવતિની પિતાની ફરિયાદના આધારે રાજસ્થાનના રેલમંગરા ખાતે રહેતા સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


2017માં થયા હતા લગ્ન


28 વર્ષીય યુવતીના લગન 2017માં રાજસ્થાનના ભગતીલાલ લખારાના પુત્ર વિષ્ણુ સાથે થયા હતા. કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતો પતિ વિષ્ણુજી આઈએએસ બનવા યુપીએસસીની તૈયારી કરતી પત્નીને તમામ પ્રકારનો સહયોગ આપો હતો. પતિએ પત્નીને ભાવનગર ખાતે બે વર્ષ માસ્ટર ડિગ્રી કરવા મોકલી હી. જ્યારે એક વર્ષ મહેસાણા નોકરી કરવા મોકલી હતી. આ બાબતથી સાસુ સહિતના લોકો નારાજ રહેતા તેમજ દહેજની માંગણી કરી ત્રાસ આપતા હતા.


પતિનું અકસ્માત બાદ ટૂંકી સારવારમાં નિધન પછી સાસરિયાએ બતાવ્યું અસલી રૂપ


આ દરમિયાન તેના પતિનો ફેબ્રુઆરી 2022માં રાજસ્થાનના આમેટ ખાતે અકસ્માત થયો હતો. જેથી બે દિવસ હોસ્પિટલમાં રોકાઈ હતી. ટૂંકી સારવાર બાદ પતિનુ મોત થતાં તે બે મહિના સાસરીમાં રોકાઈ હતી. પતિના મોત બાદ ક્લેઇમના 54 લાખ તેમજ ઘર પોતાના નામે કરાવવા સાસુ, દીયરને ફોઇ સાસુ અને તેનો પુત્ર ચડામણી કરતા હતા. જેના કારણે સાસુ-દીયર અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપી ધમકી આપતા હતા. જે બાદ સુરત આવી તે નોકરી કરવા લાગી હતી. આપઘાતના થોડા દિવસ પહેલા ફોઈ સાસુ તથા નણંદે ફોન કરી તું સુરતમાં દસ સાથે અને તારા બાપ સાથે આડા સંબંધ રાખે છે, તું સતી હતી તો તારા પતિ પાછળ સતી કેમ ના થઈ તેવા મેણા મારી અપશબ્દો બોલી ધમકી આપી હતી. આ રેકોર્ડિંગ યુવતિએ તેના ભાઈને મોકલી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને અમદાવાદ આવી સાબરમતી રિવરફ્રંટમાં ઝંપલાવી દીધું હતું.


આ પણ વાંચોઃ


ગુજરાતના આ જિલ્લામાં 2957 ખેડૂતો પાસેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના રૂપિયા કરાશે રિકવર, જાણો વગત