અમદાવાદ: શહેરમાં મહિલાઓ ઉપર ઘણા અત્યાચારો થાય છે. તેના સામે મહિલાઓએ મૂંગા મોઢે સહન કરવા પડે છે. બસ આવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. આ ઘટનામાં એક પ્રેમી યુગલ લવ મેરેજ કરી પોતાનું સુખમય જીવન પસાર કરતા હતા. પરંતુ મહિલાના પરિવારજનોને આ લગ્ન મજૂંર નહોતા. જેના કારણે પુત્રીનો પિતા જ સાસરિયામાં પરિવારજનોને હેરાન કરતો હતો. પિતાના આ ત્રાસથી પુત્રી અને સાસુએ ઝેરી દવા પી લીધી હતી. જેમને સારવાર અર્થે વીએસ હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી પ્રમાણે, અમદાવાદમાં 4 વર્ષ અગાઉ ઉર્વેશીએ સાગર સાથે લવમેરેજ કરી પોતાનું ઘર વસાવ્યું હતું. પરંતુ પુત્રીના આવા કદમથી તેના પરિવારજનો રાજી નહોતા. જેથી અવારનવાર ઉર્વેશીનો પિતા હરેશ સમાજી શોંકી નામનો વ્યક્તિ સાસરિયામાં જઈને તેના પરિવારજનોને હેરાન કરતો હતો. જેની ફરિયાદ પરિવારજનો દ્વારા પોલીસને અવાર નવાર કરવામાં આવી હતી. પરંતુ પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ સાસરિયામાં પિતાનો ત્રાસ વધી જતા ઉર્વેશી અને તેના સાસુ અમિતાબેને ઝેરી દવા પીધી હતી. પરંતુ ઘરના બીજા લોકોએ તેમને તાત્કાલિક સારવારઅર્થે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ બન્નેની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે.