અમદાવાદઃ વલ્લભસદન ખાતે રીવરફ્રન્ટમાં AMC દ્વારા આયોજીત કરવામાં આવેલ ગરીબ કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ જુદી-જુદી યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યા હતા. જેમાં 5,700 થી વધુ લાભાર્રીથીઓને પોણા ત્રણ કરોડની સહાય આપવામાં આવી હોવાનું ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયાએ જણાવ્યું હતું.


આ પ્રસંગે લોકોને સંબોધન કરતા વલ્લભ કાકડીયાએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા લોકો માટે કરવામાં આવે છે. જે કૉંગ્રેસ તેના સમયમાં તેમના સમયમાં કામ કર્યું હોત તો આજે જે દિવસો આવ્યા છે તે દિવસો ના આવ્યા હોત. જેથી તેમણે આ ગરીબ કલ્યાણ મેળાનો વિરોધ ના કરવો જોઇએ.

દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલતા તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલના ગુજરાત પ્રવાસથી કોઇ જ ફરક પડતો નથી.