Ahmedabad: અમદાવાદના એક તબીબને ગ્રાહક સુરક્ષા કમિશને ફટકાર લગાવી છે. તબીબને બેદરકારી બદલ 26 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સર્જરી બાદ કોમામાં સરી પડેલી યુવતિનું મોત નિપજ્યું હતું. જે બદલ તબીબને આ દંડ કરવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોને તબીબે દોઢ મહિનામાં વળતર ચૂકવવું પડશે.


બનાસકાંઠામાં પણ તબીબને કરાયો હતો ત્રણ લાખનો દંડ


બે વર્ષ પહેલા ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ડૉ.વી પી પટેલની   અધ્યક્ષતામાં મળેલી ફોરમમાં ડોક્ટરની બેદરકારી બદલ દર્દીને ત્રણ લાખ ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને બનાસકાંઠા જિલ્લાના ડો. દિનેશ ગજ્જરને બેદરકારી દાખવવા બદલ દર્દીને રૂપિયા ત્રણ લાખ ચૂકવવા માટે આદેશ કર્યો હતો.


કમિશનના આદેશમાં જણાવવામાં આવ્યું કે, જો તબીબ નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો દર્દીને પાંચ હજાર પેટે વધારાના ખર્ચે પણ ચૂકવવાના રહેશે. મહત્વપૂર્ણ છે કે, દર્દીએ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં  ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડો. દિનેશ ગજ્જર વિરુધ્ધ નિષ્કાળજી અને બેદરકારીની ફરિયાદ દાખલ કરી હતી.


સુરતમાં બનાવાઈ પીએમ મોદીની સોનાની મૂર્તિ 


કઈંક નવું કરવા દેશભરમાં જાણીતા સુરતે આ વખતે કોઈએ વિચાર્યું પણ ન હોય તેવું કર્યુ છે. ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવાઇ છે. ગુજરાતમાં 156 સીટ જીત બદલ આ મૂર્તિ બનાવવામાં આવી છે. 
મૂર્તિને બનાવવામાં 7 મહિના લાગ્યા છે. 15 થી 20 કારીગરોએ આ મૂર્તિ બનાવવા મહેનત કરી છે. આ મૂર્તિની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે. ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી રેકોર્ડ બ્રેક 156 સીટ જીતી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આજદિન સુધી આટલી સીટ મળી નથી. કોંગ્રેસને 17, રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીને 5 અને અન્યને 4 બેઠક મળી હતી.


રાજ્યમાં રોજ બરોજ ક્યાંકને ક્યાંક અકસ્માતની ઘટના બનતી રહે છે. આજે છોટા ઉદેપુરમાં એસ.ટી. બસને અકસ્માત નડ્યો હતો. બસ ચાલકે અચાનક જ કાબુ ગુમાવી દેતાં ઘટના બની હતી. એસ.ટી બસ કાવીઠાથી સંખેડા આવતી હતી તે સમયે બહાદરપુર પુલના છેડે સર્જાયેલા અકસ્માતમાં ST બસમાં 15 વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે કોઈને ઈજા થઈ નહોતી. આ દરમિયાન પાઠળ આવતા ધારાસભ્યએ સવાર તમામ વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડી શાળાએ મોકલ્યા હતા.