આ કેસની વિગત એવી છે કે, અમદાવાદના નરોડામાં રહેતી 33 વર્ષીય યુવતીની પોતાનાથી પાચં વર્ષ નાના યુવક સાથે ઓળખાણ થતાં મોબાઈલ ફોન નંબરની આપ-લે કરી હતી. યુવકે સામેથી ફોન કરીને યુવતી સાથે સંબંધ વધાર્યો હતો ને આ સંબંધ શારીરિક સંબંધમાં પરિણમ્યો હતો. યુવકે પોતે લગ્ન કરશે એવું વચન આપીને યુવતીને હોટલમા લઈ ગયો હતો અને તેની સાથે શરીર સુખ માણ્યું હતું. એ પછી ત્રણ વર્ષ દરમિયાન તે વારંવાર યુવતીને અલગ અલગ હોટલમા લઈ જઈને શરીર સુખ માણતો હતો. યુવતી લગ્નની વાત કરે તો ટાળી દેતો હતો.
યુવતીને શંકા જતાં તેણે તપાસ કરતાં યુવક પરીણિત હોવાની ખબર પડતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે.