Ahmedabad: અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ચોરી થઈ છે. પરમાનંદદાસ મુક્તજીવનદાસજી સાધુની બેઠક રૂમમાંથી મોબાઈલની ચોરી થઈ છે. સાધુ પૂજા કરવા ગયા અને યુવક મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સાધુએ મણિનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
રિલાયન્સ જિયોની વેલેન્ટાઈન ડે ઓફર, મળશે અઢળક ફાયદા અને એડિશનલ ડેટા, જાણો સંપૂર્ણ વિગત
ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ખાસ કરીને વેલેન્ટાઈન ડે સપ્તાહના અવસર પર ઘણી વિશેષ પ્રીપેડ રિચાર્જ ઓફરની જાહેરાત કરી છે. સ્પેશિયલ પ્રીપેડ રિચાર્જ હેઠળ ગ્રાહકોને વધારાનો ડેટા, ફ્લાઇટ બુકિંગ અને ફ્રી કૂપન જેવા લાભો મળશે. વેલેન્ટાઈન ડે સ્પેશિયલ પ્રીપેડ ઓફર હેઠળ ગ્રાહકો 14 ફેબ્રુઆરી સુધી રિચાર્જ કરીને વિશેષ ઑફર્સનો લાભ લઈ શકે છે. કંપનીનું કહેવું છે કે આ ઑફર્સ માત્ર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે અને Jioએ અત્યારે એક્સપાયરી ડેટ જાહેર કરી નથી. આ ખાસ પ્રીપેડ રિચાર્જ MyJio એપની મદદથી કરી શકાય છે.
વેલેન્ટાઇન ડે સ્પેશિયલ પ્રીપેડ રિચાર્જ
રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે ખાસ ઑફર્સની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે, ટેલકોએ હજુ સુધી ઑફર્સનો લાભ લેવાની છેલ્લી તારીખ નક્કી કરી નથી. એટલે કે, યુઝર્સ 14 ફેબ્રુઆરી પછી પણ આનો લાભ લઈ શકશે. રિલાયન્સ જિયોના ગ્રાહકોને વેલેન્ટાઇન ડેના લાભો રૂ. 349, રૂ. 899 અને રૂ. 2999ના રિચાર્જ પ્લાન પર મળશે.
અન્ય ફાયદાઓ પણ જાણો
કંપનીની જાહેરાત મુજબ, 10 ફેબ્રુઆરી અથવા તે પછી રિચાર્જ પૂર્ણ કરનારા તમામ નોંધાયેલા Jio ગ્રાહકોને વેલેન્ટાઇન ડેના વિશેષ પ્રીપેડ રિચાર્જ હેઠળ કેટલાક વધારાના લાભો આપવામાં આવશે. વપરાશકર્તાઓને કુલ ચાર રીતે લાભ મળશે. MyJio એપની મદદથી રૂ. 349, રૂ. 899 અને રૂ. 2999નું રિચાર્જ કરાવનારા ગ્રાહકોને વધારાના 12 GB 4G ડેટાનો લાભ મળશે, જેને તેઓ 30 દિવસની અંદર ગમે ત્યારે રિડીમ કરી શકશે. વધુમાં, વપરાશકર્તાઓને Ixigo ઑફર્સ હેઠળ ફ્લાઇટ બુકિંગ પર રૂ. 750ની છૂટ મળશે. વિશેષ પ્રીપેડ રિચાર્જ હેઠળ, વપરાશકર્તાઓને રૂ.799ની ખરીદી પર ફર્ન્સ એન્ડ પેટલ્સ પર રૂ.150ની છૂટ અને ઓછામાં ઓછા રૂ.199ના ઓર્ડર પર McDonald's Burgers પર રૂ.05 ડિસ્કાઉન્ટ કૂપન મળશે.
કૂપન્સ અહીં જોઈ શકાય છે
કંપનીના જણાવ્યા અનુસાર, તમામ કૂપન MyJio એપ દ્વારા રિડીમ કરવામાં આવશે અને રિચાર્જની પ્રક્રિયાના 72 કલાક પછી વાઉચર્સ ઉપલબ્ધ થશે. કુપન્સ 30 દિવસ માટે રિડીમ કરવા માટે માન્ય રહેશે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે રિચાર્જ કરતા પહેલા તેમના નંબરો પર ઉપલબ્ધ ઑફર્સ તપાસી લે.