અમદાવાદઃ ગુજરાતમાં જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે બોટાદ જિલ્લા પંચાયત સરળતાથી ભાજપના હાથમાં જાય એવી શક્યતા છે. બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકો છે અને તેમાંથી 18 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર નથી. આમ આદમી પાર્ટીએ 12 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તેથી જિલ્લા પંચાયતની 8 બેઠકો પર ભાજપનો વિજય અત્યારથી નક્કી છે. ભાજપે જિલ્લા પંચાયત કબજે કરવા હવે ત્રણ બેઠકો જ જીતવાની જરૂર છે.


શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીના કોંગ્રેસના 14 ઉમેદવારોનાં ફોર્મ રદ્દ કરવાના વિવાદમાં મોટો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કરીને કોર્ટે કોંગ્રેસના ઉમેદવારોની અરજી ફગાવી દેતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ પહેલાં કોંગ્રેસના 4 ઉમેદવારોનાં ફોર્મ રદ થયાં હતાં તેથી કોંગ્રેસ લડ્યા પહેલાં જ બોટાદ જિલ્લા પંચાયત હારી ગઈ છે.

ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયના પગલે કોંગ્રેસના 14 ઉમેદવારો આ ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે, કોંગ્રેસના ઉમેદવારોનાં 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમોથી વિરુધ્ધ છે. આ રજૂઆતને હાઈકોર્ટે સ્વીકારી નથી. અરજદારોએ કરેલી રજૂઆત મુદ્દે ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટ ઇનકાર કર્યો છે.

Education Loan Information:

Calculate Education Loan EMI