અમદાવાદ: ખરાબ વાતાવરણ ને કારણે હવાઈ સેવા ને અસર થતા અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરી માટે જતા પ્રવાસીઓ ને મુશ્કેલીઓ પડી રહી છે. ઉત્તર ભારતમાં થયેલી શીતલહેરની અસર ફ્લાઇટના શિડ્યુઅલ પર પણ જોવા મળી છે. અમદાવાદ આવતી-જતી 10 ફ્લાઇટો 45 મિનિટ કરતાં મોડી પડી હતી અને 3 કેન્સલ કરાઇ હતી.


મોડી પડનારી ફ્લાઇટોમાં ગો-એરની ત્રણ અને સ્પાઇસ જેટની 7 ફ્લાઇટનો સમાવેશ થાય છે. મોડી પડનારી મોટાભાગની ફ્લાઇટોમાં ઉત્તર ભારતની ફ્લાઇટનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. જેની અસર ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગમાં થાય છે. આ સ્થિતિમાં ફ્લાઇટો પોતાના શિડ્યુઅલ કરતાં મોડી પડી રહી છે.

કેન્સલ ફ્લાઇટ માંઅમદાવાદ-દિલ્હી(ગો એર) અમદાવાદ-દરભંગા(સ્પાઇસ જેટ) અમદાવાદ-જમ્મુ(અમદાવાદ-જમ્મુ) નો સમાવેશ થાય છે. હમણાંથી હવાઈ સેવા અનિયમિત બનતા મુસાફરો ને નિયત સ્થળે સમયસર પહોંચવામાં મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.