Ahmedabad: અમદાવાદના શાહપુરમાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યુ એચ કોલોનીમાં આજે વહેલી સવારે 4.30 કલાકે લાગેલી આગમાં પતિ, પત્ની અને બાળકનું મોત થયું. સ્વજનોના મોતના પગલે પરિવાજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.


મૃતકોના નામ



  • જયેશ વાઘેલા,પતિ

  • હંસાબેન વાઘેલા,પત્ની

  • રેહાન વાઘેલા , પુત્ર


દીવાલ પડતાં બે બહેનોના મોત


ગાંધીનગરમાં દહેગામના હીલોલમાં દીવાલ પડતા બે બહેનોના મોત થયા.આરુષી અને જાનવી નામની બે બહેનો હિચકે ઝૂલી રહી હતી ત્યારે અચાનક દીવાલ ધસી પડતા બંન્ને બહેનો કાટમાળ નીચે દબાઈ હતી. જે બાદ બંને બહેનોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પણ સારવાર પહેલા મોત નિપજ્યા હતા. ગઈકાલે બનેલી ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


બેંગલુરૂમાં ટોચના બિઝનેસમેને કર્યો આપઘાત, સુસાઈટ નોટમાં ભાજપના ક્યા ટોચના નેતાને ગણાવ્યા જવાબદાર ? 


કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક 47 વર્ષીય બિઝનેસમેને ગોળી મારીને આત્મહત્યા કરી. સુસાઈડ નોટમાં બિઝનેસમેને પોતાના મૃત્યુ માટે ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી સહિત છ લોકોને જવાબદાર ઠેરવ્યા છે.


એસ પ્રદીપ તરીકે ઓળખાતા આ વ્યક્તિએ 2018માં બેંગલુરુની એક ક્લબમાં 1.2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બે લોકોએ નોટમાં તેનું નામ લખ્યું હતું. તેણે ક્લબમાં કામ કરવા બદલ પગાર સહિત દર મહિને ત્રણ લાખ રૂપિયા પરત કરવાનું વચન આપ્યું હતું. જોકે, પૈસા લીધા બાદ ગોપી અને સોમૈયા નામના બે શખ્સોએ ઘણા મહિનાઓ સુધી પ્રદીપને પૈસા પરત કરવાની ના પાડી હતી. નોટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રદીપે વ્યાજની ચુકવણી કરવા માટે ઘણી લોન લેવી પડી હતી અને પેમેન્ટ કરવા માટે પોતાનું ઘર અને ખેતીની જમીન પણ વેચવી પડી હતી. ઘણી આજીજી કર્યા બાદ પણ તમામ લોકોએ પ્રદીપને પૈસા પરત કર્યા ન હતા. તેથી, પ્રદીપ આ મુદ્દો ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી પાસે લઈ ગયો. ધારાસભ્યએ પ્રદીપના પૈસા પરત કરવા માટે બંને સાથે વાત કરી હતી, પરંતુ તેઓએ કહ્યું હતું કે તેઓ માત્ર 90 લાખ રૂપિયા જ પરત કરશે. સુસાઈડ નોટમાં ડોક્ટર જયરામ રેડ્ડી પર પ્રદીપના ભાઈની મિલકત વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કરવાનો અને પ્રદીપને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. નોટના અંતે જે છ લોકોના નામ લખવામાં આવ્યા છે તે આટલું મોટું પગલું ભરવા માટે કોણ જવાબદાર છે. તેણે બીજેપી ધારાસભ્ય અરવિંદ લિંબાવલીનું નામ પણ છે અને તેના પર પ્રદીપના પૈસા પાછા ન આપવાનો આપવાનો આરોપ લગાવ્યો છે.