અમદાવાદ: ધોળકા પાસે નર્મદા કેનાલમાં ત્રણ યુવાનના ડૂબી જતા મોત નીપજ્યા હતા. ધૂળજીપુરા ગામ પાસે આવેલી કેનાલમાં ડૂબી રહેલા સાજન દુલેરા નામના યુવકને બચાવવા માટે મુકેશ અને સંજયનું ડૂબી જતા મોત થયું હતું. બંન્ને સગાભાઈના મોતથી દેવીપૂજક સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી.



ત્રણેય યુવાનોને ધોળકાની શિક્ષણમંત્રીની કારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે ત્રણેય યુવાનોનો મૃત જાહેર કર્યા હતા.