અમદાવાદ: અમદાવાદમાં ફેશનેબલ અને ડિઝાઇન વાળી નંબર પ્લેટ લગાવતા ચાલકો પર પોલીસ  કડક  કાર્યવાહી કરી રહી છે.   નિયત કરાયેલ નંબર પ્લેટની જગ્યાએ અન્ય નંબર પ્લેટ લગાવતા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા છે.   નાયબ પોલીસ કમિશનર, ટ્રાફિક પૂર્વ દ્વારા 132 જેટલા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા છે.   વાહન ચાલકોએ RTO માન્ય નંબર પ્લેટના સ્થાને અન્ય લખાણ કે પ્લેટ લગાવી હતી. 




અમદાવાદ શહેરમાં  વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં નંબરના બદલે અન્ય લખાણ લખી વાહનો ચલાવતા હોય છે. આ પ્રકારના વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરતા તેમના વાહનોને ડિટેઈન કર્યા છે.   પોલીસે શનિવારે એક જ દિવસમાં 132  વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક ઇસ્ટ પોલીસે આ તમામ લોકો સામે મોટર વ્હીલક એક્ટ મુજબ કાર્યવાહી કરી વાહનો કબજે લીધા હતા.


અમદાવાદ શહેરમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ-અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોય છે. આ સાથે જ નંબર પ્લેટ પણ આરટીઓના નિયમ વિરૂદ્ધ રાખી તેની પર પણ કેટલાક લખાણ લખી ફરતા હોય છે. ઘણા સમયથી આવા વાહનચાલકો ફરતા હોવાની ફરિયાદો ધ્યાને આવતા ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસન દ્વારા એક ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ફેન્સી નંબર પ્લેટ કે લખાણ લખનાર વાહન ચાલકો શોધી કાઢ્યા હતા. માત્ર એક જ દિવસમાં પોલીસે અલગ-અલગ જાતના લખાણો લખી ફરતા વાહન ચાલકો વિરુદ્ધ એમ.વી.એકટ કલમ 207 મુજબ વાહનો કુલ-123 ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


Banaskantha: જીવતા વ્યક્તિના નામે પાસ કરાવાયો 2 લાખ રૂપિયાનો વીમો, બેન્કમાંથી ટપાલ મૃતકના નામે તેના ઘરે પહોંચી ને........


Banaskantha: બનાસકાંઠામાં બે લાખનો નકલી ઇન્શ્યૉરન્સ પાસ કરાવવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામે એક અભણ વ્યક્તિના ખોટા ડૉક્યૂમેન્ટ બનાવી તેને મૃત બતાવીને તેના નામે 2,00,000 રૂપિયાનો ઇન્સ્યોરન્સ પાસ કરાવીને પૈસા ચાઉં કરી ગયા હોવાની ઘટના ઘટી છે. જેમાં ફરિયાદી રમેશજી ઠાકોરે ફરિયાદ નોંધાવતા શિહોરી પોલીસે એક આરોપીની અટકાયત કરી, આ કેસ અંગે આગળની તપાસ હાથ ધરી છે. 


માહિતી પ્રમાણે, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા રમેશજી ઠાકોર પોતે અભણ હોવાથી મજૂરી કામ કરી પોતાનુ ગુજરાત ચલાવે છે. એક વર્ષ અગાઉ તેઓ દેવપુરા ગામના જયંતિ ઠાકોર નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તે સમયે જયંતિ ઠાકોરે પાટણના રહેવાસી કરણસિંહ રબારી સાથે મળી રમેશજી ઠાકોરનું થરા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં ખાતુ ખોલાવ્યું હતું. બેંકમાં ખાતું ખોલાવવા માટે પણ પૈસા જયતિજી ઠાકોરે આપ્યા હતા, તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત વીમો પણ લેવડાવ્યો હતો, અને વારસદાર તરીકે તેમના મોટાભાઈનું નામ લખાવ્યું હતું. બાદમાં અઠવાડિયા અગાઉ બેંકમાંથી એક ટપાલ આવી હતી જેમાં રમેશજી ઠાકોરનું મોત થતાં બે લાખ રૂપિયાની રકમ ચૂકવાઇ હોવાનું જાણવા મળતા તેઓ ડઘાઈ ગયા હતા. આ પછી સમગ્ર મામલે રમેશજી ઠાકોરે તપાસ કરતા જયંતિ ઠાકોરે રમેશજી ઠાકોરનું ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સમાંથી વીમો લઈ રમેશજીના મૃત્યુના ખોટા સર્ટીફીકેટો બનાવી 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પાસ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી રમેશજી ઠાકોરે સિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી..


આ ઘટનામાં ફરિયાદના આધારે શિહોરી પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ ખોટા ડૉક્યૂમેન્ટ બનાવીને રમેશજી ઠાકોર અને બેન્ક સાથે છેતરપિંડી આચરનાર જંયતિ ઠાકોરની અટકાયત કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.