અમદાવાદ: નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ દેશભરમાંથી મસમોટો દંડ ફટકાર્યાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. બે કરોડની કિંમતની એક લક્ઝુરિયસ કાર પોર્શના ચાલકને અમદાવાદ ટ્રાફિક પોલીસે 9 લાખ 80 હજારનો દંડ ફટાકાર્યો છે. સાથે આ કારને ડિટેઈન પણ કરવામાં આવી છે. કદાચ દેશમાં કોઈ કાર ચાલકને આટલો મોટો દંડ ફટકાર્યાનો પ્રથમ બનાવ હશે.


શહેરમાં ટ્રાફિક પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કેટલીક લક્ઝુરીયસ કારોને ડિટેઈન કરી હતી. જેમાં પોર્શ કારને બુધવારે ડિટેઈન કરાઈ હતી. કારના જરૂરી કાગળ અને નંબર પ્લેટ ન હોવાથી કાર ડિટેઈન કરાઈ હતી અને કારના માલિકને 9.80 લાખનો મસમોટો દંડ ફટકાર્યો છે.


પોલીસે જણાવ્યું હતું કે, કારના કાગળ વેલીડ નથી. તેમજ કારની આગળ પાછળ નંબર પ્લેટ નથી. આ કલમ લગાવીને દંડ વસુલ કર્યો હતો. આ અંગેની માહિતી અમદાવાદ પોલીસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ આપી હતી.