અમદાવાદમાં ટ્રાફિકના નિયમો તોડનારા માટે માઠા સમાચાર, બાકી નીકળતા ઇ-મેમોની વસૂલી માટે શું લેવાયો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Oct 2020 10:15 AM (IST)
વાહનચાલકો પાસેથી બાકી નીકળતા ઈ-મેમોના 110 કરોડની વસૂલાત માટે કાર્યવાહી થશે. હવે શહેરમાં ટ્રાફિક પોલીસ 65 સ્થળો પર ઉભા રહીને નિયમ ભંગ કરતા વાહનચાલકોને દંડશે.
પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાની દિવાળી પોલીસ બગાડશે. શહેરમાં નવા 40 પોઈન્ટ પર દંડની વસૂલાત થશે. વાહનચાલકો પાસેથી બાકી નીકળતા ઈ-મેમોના 110 કરોડની વસૂલાત માટે કાર્યવાહી થશે. હવે શહેરમાં ટ્રાફિક પોલીસ 65 સ્થળો પર ઉભા રહીને નિયમ ભંગ કરતા વાહનચાલકોને દંડશે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિકના સૂચારું સંચાલન માટે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને દંડવા માટે ઇ-મેમો શરૂ કરવામાં આવ્યા છે. શહેરના સિગ્નલ પર લગાવેલા સીસીટીવી મદદથી નિયમો તોડનારાને ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે. જોકે, આ ઇ-મેમોની 110 કરોડની વસૂલી હજુ બાકી છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ વસૂલી માટે નિર્ણય લીધો છે અને શહેરમાં નવા 40 પોઇન્ટ પર દંડની વસૂલાત કરવામાં આવશે.