Ahmedabad: અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અને સંયૂક્ત પોલીસ કમિશનર ટ્રાફિકના સુપરવિઝન હેઠળ ભારત સરકારના નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના સહયોગથી VOC ચલણ એપ્લિકેશનનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે, જે ટ્રાફિક નિયમોના ભંગ અંગેની કાર્યવાહીને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં મદદરુપ થશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નવી એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેનાથી મોબાઈલ દ્વારા ગુના નોંધવા અને ટ્રાફિકના અમલીકરણની ક્ષમતા વધારવા મદદ મળશે.  


VoC ઍપ્લિકેશન શું છે?
VoC (Violation on Camera) એ NIC દ્વારા દ્રશ્યમાન ટ્રાફિક નિયમોના ભંગ જે કેમેરા દ્વારા સીધા નોંધી શકાય છે એ નોંધવા માટેની એપ્લિકેશન છે જે દરેક કોન્સ્ટેબલના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે અને તેની મદદથી કોઈ વાહન ચાલાકનો સીધો સંપર્ક કર્યા વિના માત્ર નંબર પ્લેટના આધારે ફોટો  પાડી One Nation One Challan સિસ્ટમમાં અપલોડ કરી મેમો જનરેટ કરી શકાશે.


કઈ રીતે કામ કરશે?



  • નિયમ ઉલ્લંઘનનો ફોટો લઈ વાહનનો નંબર એન્ટ્રી કરવાનો

  • સારથી અને વાહન પોર્ટલ પરથી તમામ વિગતો ઓટોમેટિક Fatch થઈ જશે

  • ઉલ્લંઘનનો પ્રકાર સિલેક્ટ કરી એડ કરવાની 

  • send to control room અને ત્યાર બાદ કંટ્રોલ રુમમાં વિગતો ચેક કરીને approve કરવાથી ચલાન જનરેટ થશે અને વાહન માલિકને sms થી જાણ થશે


પોલીસ કોન્સ્ટેબલ નીચે મુજબના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટેના ફોટો લઈને કંટ્રોલ  રૂમને મોકલી આપશે:



  •  હેલ્મેટ વિના વાહન ચલાવવું

  • વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો

  •  ક્ષમતા કરતાં વધુ વ્યક્તિઓ બેસાડવા

  • વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો

  • લેન વાયોલેશન (ફ્રી લેફ્ટ વાયોલેશન, રોંગ સાઈડ) 

  • ડ્રાઇવર સીટ ઉપર ડ્રાઇવર ઉપરાંત વધારાની વ્યક્તિ બેઠેલ હોય


અમદાવાદમાં ઈ મેમોની શરુઆત


આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વધતી જતી ટાફિકની સમસ્યા અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમોના ભંગને રોકવા હાલ 
રાજ્યમાં સૌપ્રથમ વખત મુવીંગ કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. જેની શરુઆત પણ કરી દેવામાં આવી છે. અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાયલ બેઝ પર PCR વાનમાં ડેશકેમ લગાવવામાં આવ્યા છે. આ ડેશકેમ અંતર્ગત હાઈવે પર તે મૂવ કરતા હોય ત્યારે વીડિયો ઉપરાંત તસવીરો ખેંચી લેશે  અને તે એઆઈ (Artificial Intelligence) ફિલ્ટર સાથે કનેક્ટ હોવાથી તેમાંથી કોઈ ટ્રાફિક વાયોલન્સ હશે તો તે નંબર ટ્રેક કરીને તાત્કાલિક મેમો આપશે. 


વધુમાં આ પ્રકારના ડેશકેમ PCR વાન અને ઇન્ટરસેપ્ટર વાનમાં લગાવવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં 60 જેટલા વાહનમાં આ પ્રકારના કેમેરા લગાવવાની યોજના છે. જ્યારે આવનારા ભવિષ્યમાં તેનો ઉપયોગ પોલીસની કામગીરીમાં વધુમાં વધુ મદદરૂપ થાય તે માટે પણ કરવામાં આવશે. 


આ પણ વાંચો...