અમદાવાદ: દિવાળી નજીક આવતાં જ રાજયના માર્ગો પર યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ રોજ જીવલેણ અકસ્માતની ઘટના બની રહી છે. આજે વધુ એક આવી ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદના ચિલોડા-તપોવન એસ પી રિંગ રોડ પર ટ્રેલર ચાલકે 3 ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં એક બાઇક સવારનું મોત થયું હતું.



ચિલોડા-તપોવન એસ પી રિંગ રોડ પર ટ્રેલર (GJ 05 AT 2865) ચાલકે ત્રણ ગાડીઓને અડફેટે લેતા એક બાઈક ચાલકનું મોત નીપજ્યું હતુ. જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ભેગા થયા હતા. તેમજ રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.



પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો અને ટ્રેલર ડ્રાઇવરને જી ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જઈ કાર્યવાહી શરૂ કરી હતી.



IND v SA: રોહિત શર્માએ સદી ફટકારતાં જ લગાવી રેકોર્ડની વણઝાર, જાણો વિગતે

ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત