અમદાવાદઃ શહેરના બોપલ બ્રીજ પાસે અકસ્માત સર્જાયો છે. ટ્રકે બાઈક ચાલકને હડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી વિગતો પ્રમાણે, બાઇક ચાલક ઘરેથી નીકળી બોપલ બાજુ જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે ટ્રક બેફામ ચલાવી અકસ્માત સર્જતા ચાલકનું મોત થયું હતું. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર ટ્રક મળી આવી છે. જોકે, અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. 

Ahmedabad : 84 દિવસ પછી શહેરીજનો માટે કઈ સેવા થઈ શરૂ? લોકોએ લીધો રાહતનો શ્વાસ


અમદાવાદઃ શહેરમાં 84 દિવસ બાદ ફરી શરૂ થઈ AMTS અને BRTS સેવાઓ શરૂ થતાં મધ્યમવર્ગ અને ગરીબવર્ગના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ વધતા બંધ કરવામાં આવેલી AMTS અને BRTS બસો ફરી શરૂ કરવામાં આવી છે.


18 માર્ચના રોજ કોરોનાના કેસમાં સતત વધારો નોધાતા શહેરની સીટી બસ બંધ કરવામાં આવી હતી. AMTSની 705 પૈકી 350 બસો અને BRTS ની 250 પૈકી 125 બસો ફરી શરૂ કરવામા આવી છે. સવારના 6 થી સાંજના 8 વાગ્યા સુધી શહેરમાં બસો દોડશે..બસો બંધ રહેવાના કારણે નાગરિકોએ એક વખતના રીક્ષાના 60 રૂપિયા ચૂકવ્યા પણ હવે AMTS અને BRTS શરૂ થતાં 22 રૂપિયાનો માત્ર ખર્ચ થવાથી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો.


આ તરફ AMTS ની શરૂ કરવામાં આવેલી 350 બસમાં ડ્રાઇવર અને કંડકટર સાથે મુસાફરો પણ માસ્ક પહેરે છે કે કેમ તે અંગે ઠેર ઠેર વિજિલન્સની ટુકડીઓ ગોઠવવામાં આવી છે.જાહેરમાં થુકતા અને માસ્ક વગર જો બસના કર્મચારી જણાશે તો તેમને 200 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.બસ સ્ટોપ ઉપર બેઠેલા સ્ટાફ સાથે પણ મુસાફરો ઓછામાં ઓછા સંપર્કમાં આવે તે માટે જનમિત્ર કાર્ડની અને કેશલેસ સુવિધા આજથી અમલી બની.મહત્વનું છે કે છેલ્લા ત્રણ મહિનામાં બસ બંધ રહેતા AMTS ને 12 કરોડનું તો BRTS ને 8 કરોડનું નુકશાન પહોચ્યું છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે નિયમોને આધિન કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. આજથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. નવા શૈક્ષણિક સત્ર શરૂ તો થશે. પરંતુ અભ્યાસની પદ્ધતિ ગયા વર્ષની જેમ ઓનલાઈન જ રહેશે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. જ્યારે સ્કૂલમાં સ્ટાફ અને શિક્ષકોને હાજર રહેવાનું રહેશે.

મુસાફરોને મુસાફરી દરમિયાન ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. સાથે જ બસના ડ્રાઈવર અને કંડક્ટરનું થર્મલ સ્ક્રિનિંગથી ટેમ્પરેચર ચેક થશે. અને જો થુંકતા પકડાશે તો 200 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. નિયમોનું પાલન થાય છે કે નહી તે જોવા માટે  વિજીલંસની ટીમ અલગ અલગ સ્ટેશનો પર તૈનાત રહેશે .


જોકે અમદાવાદમાં કોરોના કર્ફ્યુ લાગુ હોવાથી સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી જ બસ સેવા યથાવત રહેશે. આજથી રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટે આપ્યો છે.


માત્ર માઈક્રો કંટેઈમેંટ ઝોનમાં આવતી અદાલતો વીડિયો કોંફ્રેસથી ચાલશે. ગુજરાત હાઈકોર્ટે બહાર પાડેલા સર્ક્યુલરમાં ચાર મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તમામ અદાલતોમાં કેંદ્ર અને રાજ્ય સરકારની કોરોનાને લગતી તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોર્ટ પરિસરમાં એંટ્રી માટે એક જ ગેટ રહેશે. જ્યારે


મુખ્ય ન્યાયિક અધિકારી માટે એકથી વધુ એંટ્રી કે એક્ઝિટ ગેટ રહેશે. કોરોનાા કેસ ઘટતા આજથી ગુજરાત યુનિવર્સિટી 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્યરત રહેશે. રાજ્ય સરકારા પરિપત્ર બાદ ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓએ ફરજીયાતપણે તમામ કોરોનાની ગાઈડલાઈંસનુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.