Ahmedabad: અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ગઇ રાત્ર કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અહીં અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી હોવાની ઘટના ઘટી છે, આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.  

Continues below advertisement

ગઇ રાત્રે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર કેટલાક અસામાજિક તત્વોનો આતંક દેખાયો, અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં અસામાજિક તત્વોની લુખ્ખાગીરીના દ્રશ્યો કેદ થઇ ગયા છે, સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ પર બે યુવકો દ્વારા મુસાફરો અને સ્ટાફની સાથે કરી મારામારી કરવામાં આવી હતી, આમાં એક યુવકને પતરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં સ્ટાફ પર ખુરશી વડે હુમલો કરીને મારામારી કરી હતી. જોકે, બાદમાં પોલીસે આ અસામાજિક તત્વોને પકડી લીધા હતા અને કોઇપણ કાર્યવાહી કર્યા વિના પાછા છોડી દેવામાં આવ્યા હતા, છુટી ગયા બાદ ફરીથી બસ સ્ટેન્ડ પર આ અસામાજિક તત્વોએ આવીને કર્મચારીઓને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધુ હતુ. 

અહીં આ બે યુવકો અવારનવાર દરેક દુકાનો પરથી 100 રૂપિયાનો હપ્તો ઉઘરાવતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે, આ અંગેની ફરિયાદ આ પહેલા એક વેપારી દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન નથી.

 

Ahmedabad: શહેરમાં 10 અને 14 મેએ ઓરેન્જ એલર્ટ, લોકોને બહાર ના નીકળવા અપીલ, હૉસ્પીટલમાં હિટ સ્ટ્રૉક વૉર્ડ ઉભા કરાયા

Ahmedabad: ગુજરાતમાં ફરી એકવાર સૂર્યનો પ્રકોપ શરૂ થઇ ગયો છે, કોમોસમી વરસાદ અને માવઠાઓની વચ્ચે હવે ફરી એકવાર લોકો સખત તડકામાં શેકાવવા માટે તૈયાર થઇ જાઓ. કેમ કે અમદાવાદમાં આગામી દિવસોમાં ભારે ગરમી પડવાના આગાહી કરવામાં આવી છે, યલો ઓરેન્જ બાદ હવે ઓરેન્જ એલર્ટ માટે લોકોને ચેતવવામાં આવ્યા છે.  અમદાવાદમાં આગામી દિવસોમાં એટલે કે 10 અને 14 મેએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ માટે તમામ UHC ખાતે ORSની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. 

ખાસ કરીને કામદારો, કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કાર્યરત શ્રમિકો બપોરના સમયે પોતાના કામ બંધ રાખે એવી પણ માંગ કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શહેરની અલગ અલગ હૉસ્પીટલોમાં હિટ સ્ટ્રૉક વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. એસીમાંથી સીધા ગરમીમાં જનાર લોકોને હિટ સ્ટ્રૉકનો ભોગ બની શકે છે. આ ઉપરાંત જો ગરમીના દિવસોમાં ચક્કર આવે, તાવ આવે કે પછી માથામાં દુઃખાવા સહિતના લક્ષણો અનુભવાય તે તાત્કાલિક ધોરણે ડૉક્ટરોનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યુ છે.