અમદાવાદઃ અમદાવાદના યુવકને સુરતની યુવતી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. યુવકના જન્મદિને સુરતની પ્રેમિકા તેને મળવા હોટલમાં આવી હતી. બંને રંગરેલિયાં મનાવી રહ્યાં હતાં ત્યારે કોઈ વાતે ઝગડો થતાં પ્રેમી રીસાઈને જતો રહ્યો હતો.

પ્રેમિકા પણ તેની પાછળ પાછળ તેના ઘરે પહોંચી હતી અને યુવકની પત્નિ સામે તેના પતિ સાથેના સંબંધોનો એકરાર કરીને તેની સાથે જ ઘરમાં રહેવાની જીદ પકડીને બેસી જતાં પત્નિએ પોલિસને ફોન કરીને મદદ માગવી પડી હોવાનો ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. પોલિસે પ્રેમિકાન માંડ માંડ સમજાવીને તેના ઘરે રવાના કરતાં મામલો થાળે પડ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, થલતેજમાં રહેતા યુવકનાં લગન ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં. લગ્નના છ મહિના પછી પત્નિને વાંકુ પડતાં રીસાઈને પિયર જતી રહી હતી. આ દરમિયાન યુવકનો પરિચય સુરતમાં રહેતી યુવતી સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા ને બહુ જલદી શારીરિક સંબંધો પણ સ્થાપિત થતાં બંને ખાનગીમાં મળીને રંગરેલિયાં મનાવતાં હતાં.

થોડા સમય પછી પ્રેમીને પ્રેમિકા પરીણિત અને એક સંતાનની માતા હોવાની ખબર પડતાં બંને વચ્ચે ઝગડા શરૂ થયા હતા. એ પછી પણ બંનેના શારીરિક સંબંધો યથાવત રહ્યા હતા અને બંને ખાનગીમાં મળીને મજા કરતાં હતા. ગયા અઠવાડિયે પ્રેમીનો બર્થ ડે હોવાથી યુવતી સુરતથી અમદાવાદ આવી હતી. બંને હોટલમાં રોકાયાં હતાં ત્યારે ફરી ઝગડો થતાં પ્રેમી જતો રહ્યો હતો. પ્રેમિકા પણ તેની પાછળ તેના ઘરે પહોંચતાં બંનેના સંબંધોનો ભાંડો ફૂટ્યો હતો.

પ્રેમિકાએ પતિની સાથે રહેવાની જીદ પકડતાં આવી પહોંચેલી પોલિસે યુવતીને પોતાના સંતાનના ભાવિને ધ્યાનમાં રાખીને ઘરે પાછા જવા સમજાવી હતી. આ વાત ગળે ઉતરતાં યુવતી સુરત પાછી જતી રહી હતી.