Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પહેલા આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા હવે  અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી  AIMIM એ ગુજરાતમા 3 ઉમેદવારોના નામની   જાહેરાત કરી છે. આજે AIMIMએ ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કરીને વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી દીધુ છે.


આ ત્રણ બેઠકો પર નામ કર્યા જાહેર



  1. જમાલપુર ખાડિયાથી સાબિર કાબલીવાલાને ટિકિટ

  2. દાણીલીમડા બેઠકથી કૌશિકા પરમારને ટિકિટ

  3. સુરત પૂર્વથી વશીમ કુરૈશી AIMIMના ઉમેદવાર


 ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કાર કેજો


થરાદમાં કોંગ્રેસની જાહેરસભામાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો. આ વખતે જનતા પરિવર્તન ઇચ્છે છે. રઘુ દેસાઇએ જણાવ્યું કે, બધા સરકારી સંગઠનો આંદોલનો પર ઉતર્યા ને કહ્યું, ભાજપ તારી છેલ્લી દિવાળી. ગુજરાતની પ્રજા પરિવર્તન માગી રહી છે. તેમણે માલધારી આંદોલન અંગે પણ નિવેદન આપ્યું હતું. ગોપાલકનો છોકરો કે છે, 125થી ઓછી સીટ આવે તો મને ધિક્કાર કેજો.


હવે કેજરીવાલ ગુજરાતના કયા વર્ગ સાથે કરશે સંવાદ, આવતી કાલે કેજરીવાલ-માન કરશે સંવાદ


વડોદરાના કેજરીવાલ કાર્યકમ સ્થળના બુકીંગને લઈને ગોપાલ ઈટાલિયાનુ નિવેદન સામે આવ્યું છે. ભાજપની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં અરવિદ કેજરીવાલના કાર્યક્રમ રાખવાનો હતો ત્યાં 13 સ્થળો ભાજપના લોકો કે ગુંડાઓએ કેન્સલ કરાવ્યો. જ્યા જ્યા કાર્યક્રમમાટે સ્થળો રાખવાની વાત કરતા ત્યા ત્યા ભાજપના લોકો ભાજપના ગુંડાઓ કેન્સલ કરાવતા હતા. છેલ્લો એક નવનિત કાકા નામના વ્યકિતએ કેજરીવાલના કાર્યક્રમ માટે ભાડે આપ્યો. એમને પણ ભાજપે ધમકાવવાનો પ્રયત્ન કર્યો. આપથી ડરેલા  ભાજપના કાયર અને ડરપોક લોકોએ  આજે એ પાર્ટી પ્લોટને તોડી નાખવા માટે મોકલી.









ગુજરાતમા આમ આદમી પાર્ટીનો જે રીતે ગ્રાફ વધતો જાય છે એ જોતા એમ ભાજપમાં બોખલાટ નજર આવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના મિશન પર પોતાની વઝન પર  નિયમિત રીતે પુરી સ્ટ્રેટેજીથી આગળ વધી રહી છે. પાછલા દિવસોમાં અનેક અરવિંદ કેજરીવાલએ આપનુ મિશન અને ગેરંટી કાર્ડની જાહેરાત કરી છે.  આ ગેરંટી ગુજરાતનો લોકોને ખુબ પસંદ આવી. ગુજરાતના બહોળી સંખ્યામાં લોકોએ ગેરંટી રજીસ્ટ્રેશનમાં ભાગ લઈને પોતાનો ઉત્સાહ નોંધાવ્યો છે. લાખોની સંખ્યામાં લોકોએ ગેરંટી કાર્ડમાં નામ નોંધાવ્યુ છે. 300 યુનિટ ફ્રિ વિજળી સહીતની આમ આદમીની ગેરંટીથી મહિલાઓમાં ખુબ ઉત્સાહ છે. ગેરંટી રજીસ્ટ્રેશનમાં મહિલાઓએ સૌથી વધુ નામ નોંધાવ્યુ છે.