Air India Plane Crash:  અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હોવાનું કહેવાય છે. આ વિમાન અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી ગયું હતું, પરંતુ એરપોર્ટની સીમા પણ પાર કરી શક્યું નહીં અને અકસ્માતનો ભોગ બન્યું.

વિમાન 1.38 વાગ્યે ટેકઓફ થયું

ANI અનુસાર પ્લેનમાં 242 લોકો સવાર હતા. BSF રેસ્ક્યૂ માટે જવા રવાના થઈ છે. વિમાન 1.38 વાગ્યે ટેકઓફ થયું, 1.40 વાગ્યે ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું. લંડનની ફ્લાઈટ હોવાના કારણે ફૂલ ઈધણ ભર્યું હોવાથી મોટી જાનહાની થઈ છે. વિમાન બોઈંગ ડ્રીમ લાઈનર 787 હતું. સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રુપાણી પણ સવાર હતા. હાલમાં આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવવા રવાના થયા છે. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને હોસ્પિટલમાં હાજર રહેવા સુચના આપવામાં આવી છે.

 

હવે સમાચાર એ છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અકસ્માત અંગે ફોન પર વાત કરી છે. રાહત અને બચાવ માટે સાતથી આઠ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ (NDRF) ની ટીમો પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

વિમાન આખેઆખુ ક્ષતિગ્રસ્ત 

પ્રારંભિક માહિતી અનુસાર, આ દુ:ખદ અકસ્માત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર થયો હતો. એવું માનવામાં આવે છે કે વિમાન એરપોર્ટની સીમા નજીક ક્રેશ થયું હતું. જે શરૂઆતી તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે વિમાનના ટુકડા થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.