અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ પર મોબાઇલમાં વીડિયો બનાવ્યા બાદ આપઘાત કરનાર આઇશાના આપઘાતના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આઇશાનો કેસ વકીલે ધડાકો કર્યો છે કે, આઇશાના પતિ આરીફના રાજસ્થાનની એક યુવતી સાથે પ્રેમસંબંધને કારણે આઇશા તણાવમાં રહેતી હતી. આ તણાવમાં તેણે આ પગલું ભર્યું હતું.
લગ્નના થોડા જ સમયમાં આરીફની હરકતો સામે આવવા લાગી હતી અને આરીફ આઇશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર વાતો કરતો હતો. પોતાની પ્રમિકાને કારણે આરીફ આઇશાને અનેક વાર તેના પિતાના ઘરે મૂકી ગયો હતો. આમ, આઇશાના આપઘાત માટે પતિના લગ્નેત્તર સંબંધો હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરાયો છે.
આઇશાના આત્મહત્યાના વીડિયો અને માતા-પિતા સાથેની ઓડિયો ક્લિપે સૌને હચમચાવી દીધા છે. ત્યારે આઇશાને લગ્નના બે મહિના પછી તરત જ આરીફ પરેશાન કરવા લાગ્યો હતો. આરીફને અન્ય યુવતી ગમતી હતી. જોકે, આરીફે લગ્ન પહેલા આઇશાને આ વાત કરી નહોતી. આરીફ પ્રેમિકા માટે થઈને આઇશાને એકવાર અમદાવાદ મૂકી ગયો હતો. આ સમયે તે ગર્ભવતી હતી, પણ આરીફે દોઢ લાખ રૂપિયા આપે તો જ લઈ જવાનું કહ્યું હતું. આરીફની આ વાતથી આઇશા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેના કારણે તેના બાળકનું ગર્ભમાં જ મોત થઈ ગયું હતું.
Ahmdabad : આઇશાને આપઘાત માટે મજબૂર કરનાર પતિને બીજી યુવતી સાથે હતા સંબધ, પત્નિની હાજરીમાં વીડિયો કોલ કરી શું કરતો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2021 09:30 AM (IST)
લગ્નના થોડા જ સમયમાં આરીફની હરકતો સામે આવવા લાગી હતી અને આરીફ આઇશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર વાતો કરતો હતો.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -