કડી: છેલ્લા ઘણાં સમયથી અલ્પેશ ઠાકોર ગુજરાતમાં દારૂબંધી માટે અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે બુધવારે કડી ખાતે આયોજિત વ્યસનમુક્તિ રેલીમાં પહોંચતા અલ્પેશ ઠાકોરનું સન્માન મહિલા બુટલેગરે કરતાં ચકચાર મચી ગઈ છે.
સ્થાનિક મહિલા બુટલેગર શકરીબેન અમરસીંગ ઠાકોરે ફુલહાર પહેરાવીને અલ્પેશ ઠાકોરનું સ્વાગત કર્યું હતું. સભાસ્થળથી નજીકમાં જ દેશી દારૂનો અડ્ડો ચલાવતી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ જેના પર એકથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, મહિલા બુટલેગરના હસ્તે સન્માન પછી અલ્પેશ ઠાકોરે દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પાલન થવા અંગે ભાષણ આપ્યું હતું.