Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધશે. આ ઉપરાંત 9થી 10 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 9થી 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં 12 ડિગ્રી, રાજકોટના ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.


મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. તારીખ 12થી 18 સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. જેથી પતંગરસીયાઓની મજા મજા બગડશે. 27મી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેશે.


આ ઉપરાંત ઠંડીનો ભારે રાઉન્ડ આવવાનો છે. ઉત્તરાયણના દિવસે 15 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે. જોકે, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહિ રહે. 15મી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે. કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે.


અંબાલાલ પટેલે જાન્યુઆરીના હવામાન અંગે જણાવ્યુ છે કે, 1થી 5 જાન્યુઆરીના રોજ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે. તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.


દિલ્હી-NCR સહિત દેશના તમામ રાજ્યો આ દિવસોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે દેશના તમામ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનને કારણે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે પવન અને વરસાદ 6 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુરુવારે સતત ચોથા દિવસે તીવ્ર ઠંડીની સ્થિતિ યથાવત રહી હતી. પશ્ચિમ દિલ્હીમાં ધુમ્મસ અને ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબના તરનતારન, ગુરદાસપુર, જલંધર અને અમૃતસરમાં પણ ભારે ઠંડીનો ભય વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હરિયાણાના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો...


Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'