BREAKING: રવિવારના રોજ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલ લોકો માટે ખુલ્લો મુક્યો હતો. જો કે, કોરોનાની દહેશતના પગલે AMCએ એક મોટો નિર્ણય લીધો છે. કાર્નિવલનો સમય સાંજે 6 થી 9 કલાક સુધી યોજાશે. અગાઉ કાર્નિવલ સાંજે 7 થી 10 કલાક સુધી ચાલવાનો હતો. કોરોનાની દહેશતના કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ લોકો રાતે એકત્ર ન થાય તે માટે AMCએ નિર્ણય લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
Gujaratમાં ઠંડીએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો તમારા શહેરમાં કેટલી રહી ઠંડી?
ગુજરાતમાં ઠંડી (Cold in Gujarat) નો ચમકારો વધી ગયો છે. ગુજરાત હવામાન વિભાગ (Gujarat Meteorological Department Forecast) અને અંબલાલની અગાહી (Ambalal Forecast) મુજબ હજુ પણ અગામી દિવસમાં રાજ્યમાં ઠંડી વધી શકે છે. ઉત્તર ભારતમાં શિયાળો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે નાતાલના દિવસે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જેને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. તો રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરી હતી. ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ઉત્તર પવનો ફૂંકાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હજુ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
જાણો ગુજરાતમાં ક્યાં પડી કેટલી ઠંડી?
શહેર મહત્તમ લઘુત્તમ
અમદાવાદ 25.8 12.6
ડીસા 26.1 12.2
ગાંધીનગર 26.0 11.2
વડોદરા 27.4 11.4
સુરત 30.0 13.6
વલસાડ 30.5 16.5
દમણ 27.0 12.4
ભુજ 28.2 10.8
નલીયા 26.6 4.2
ભાવનગર 26.4 14.0
દ્વારકા 26.3 15.2
ઓખા 24.2 19.5
રાજકોટ 27.8 10.7