અમદાવાદ: અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી કરવામાં આવી છે. મનપા કમિશનર વિજય નહેરાને રૂરલ ડેવલપેમેન્ટ એન્ડ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઈ છે. જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ મુકેશ કુમારને આપવામાં આવ્યો છે. અવંતિકા સિંગની GMB વાઇસ ચેરમેન તરીકે બદલી કરાઈ છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 276 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 31 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 8420 પર પહોંચી છે.

અમદાવાદ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર દિનેશ રાવલનુ કોરોના વાયરસના કારણે મોત થયું છે. નાયબ મામલતદારને છેલ્લા 15 દિવસથી સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોડીરાત્રે અચાનક તબિયત લથડતા તેમનું મોત થયું હતું.