અમદાવાદ કલેકટર કચેરી માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. નાયબ મામલતદાર દિનેશ રાવલનુ કોરોના વાયરસના કારણે મોત થયું છે. નાયબ મામલતદારને છેલ્લા 15 દિવસથી સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોડીરાત્રે અચાનક તબિયત લથડતા તેમનું મોત થયું હતું.



અમદાવાદ કલેકટર કચેરીના 11 કર્મચારીઓને પણ કોરોનાના લક્ષણ દેખાતા તેમને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત એક રેસીડેન્ટ એડીશનલ કલેક્ટરના પીએ ની પણ કોરોના પોઝીટીવ થયાના રિપોર્ટ મળી રહ્યા છે.

અમદાવાદ કલેકટર કચેરીના અન્ય ત્રણ મામલતદારને પણ કોરોના થયો છે. એક એડિશનલ કલેકટર પણ સ્ટ્રેસને કારણે રજા પર ઉતર્યા છે. રેસિડેન્ટ એડિશનલ કલેકટરનાં પી.એ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.