અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે અમદાવાદના જાણીતા ખાણીપીણી માર્કેટ એવા માણેકચોક બજારને ખોલવાનો નિર્ણય કર્યો છે.
મળતી માહિતી મુજબ માણેકચોક બજાર રાત્રે 11-00 કલાક સુધી ખુલ્લુ રહેશે. આ દરમિયાન અહીં કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમય સમયે અહીં AMCની ટીમ ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવા આવશે.
નોંધનીય છે કે, આ પહેલા લોકડાઉન અને બાદમાં અનલોકમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળતા માણેકચોકને બંધ રાખવાનો નિર્ણય પ્રશાસને લીધો હતો. અહીં મોડી રાત સુધી ખાણી પીણી મળતી હોવાથી મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય છે. જેના કારણે કોરોનાના વધારે ફેલાવનાના ભયને કારણે તેને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.