અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કુલ 111 સ્થળો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ત્યારે ગઈ કાલે કોર્પોરેશન દ્વારા વધુ 11 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનની ચાર સોસાયટીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. નવા વાડજની આરાસુરી સોસાયટીના 180 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચિંતાજનક 480 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે ચાંદખેડા ન્યુ સીજી રોડ વિસ્તારના ડાયમંડ ગ્રીન સોસાયટીમાં 275 લોકો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવતઃ નવા 11 વિસ્તારોને જાહેર કરાયા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2020 12:34 PM (IST)
પશ્ચિમ ઝોનની ચાર સોસાયટીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. નવા વાડજની આરાસુરી સોસાયટીના 180 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -