અમદાવાદઃ અમદાવાદ એલસીબીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઇન્દ્રજીત સિંહ વાઘેલા પર તેમના પત્નીએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.કોન્સ્ટેબલ ઈન્દ્રજીતસિંહ વાઘેલાની પત્નીએ આક્ષેપ લગાવ્યા છે કે, અન્ય મહિલા કોન્સ્ટેબલ સાથે આડા સંબંધ હોવાને કારણે કોન્સ્ટેબલ ઈન્દ્રજીતસિંહ વાઘેલા પત્ની સાથે ગેરવર્તણુક કરતા હતા. કોન્સ્ટેબલ તેમની સાથે વારંવાર મારઝૂડ કરતા હતા અને તેમને વારંવાર ઘરમાંથી કાઢી મૂકતા હતા. એટલું જ તેઓ છૂટાછેડા માટે પણ દબાણ કરતા હતા.
આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.જોકે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ છેલ્લા કેટલાય સમયથી પોતાના ઘરે નથી ગયા અને પત્નીને ઘરમાંથી કાઢી મૂકવાની વાત તથ્યહીન છે. કારણ કે, ઇન્દ્રજીતસિંહના ઘરમાં હાલ પત્ની રહી રહ્યા છે.
પરિણીતાની ફરિયાદ છે કે, મહિલા કોન્સ્ટેબલ સાથે પોતે લગ્ન કરી લીધા છે કહીને તેણે પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પરિણીતાએ આ મહિલા કોન્સ્ટેબલ સામે પણ ગુનો નોંધાવ્યો છે. સાણંદમાં રાધે વિહાર સોસાયટીમાં રહેતા પારુલબાના લગ્ન ૧૫ વર્ષ અગાઉ રેથલ ગામમાં રહેતા ઈન્દ્રજીતસિંહ વજુભા વાઘેલા સાથે થયા હતા. જેમાં તેમને ૧૧ વર્ષનો એક પુત્ર છે.
પરિણીતાએ પતિને સમજાવવાનો પ્રયાસ કરતા પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો. પરિણીતાએ તેમના પિતા અને સમાજના આગેવાનોને પણ ઈન્દ્રજીતસિંહને સમજાવવા મોકલ્યા હતા. પરિણીતાએ પોતાના પતિ સાથે આવો વ્યવહાર ન કરવા મહિલા કોન્સ્ટેબલને અવારનવાર સમજાવ્યા હતા પરંતુ મહિલા કોન્સ્ટેબલ અમે પોલીસ ખાતામાં છીએ તારાથી થાય તે કરી લેજે અને તારો પતિ મારા અંકુશમાં છે તેવું કહીને પરિણીતાને માનસિક ત્રાસ આપતી હતી.
સાણંદના કોન્સ્ટેબલને કોન્સ્ટેબલ યુવતી સાથે બંધાયા શારિરિક સંબંધ, પ્રેમિકાએ પત્નિને શું આપી ધમકી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2020 10:26 AM (IST)
અન્ય મહિલા કોન્સ્ટેબલ સાથે આડા સંબંધ હોવાને કારણે કોન્સ્ટેબલ ઈન્દ્રજીતસિંહ વાઘેલા પત્ની સાથે ગેરવર્તણુક કરતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -