AMC Draft Budget: આજે અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશનનું નવા વર્ષ માટેનુ ડ્રાફ્ટ બજેટ એટલે કે, વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનર એમ થેન્નારસને આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું, જેમાં રેવન્યુ ખર્ચ 5300 કરોડ અને કેપિટલ ખર્ચ 5501 કરોડ બતાવવામાં આવી હતી. આ બજેટમાં કેટલીક નવી જોગવાઇઓ કરવામાં આવી છે, હવે વિકસિત અમદાવાદ 2047ને ધ્યાનમાં રાખીને વિકાસ કરાશે. 


આજે અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશનનું નવું ડ્રાફ્ટ બજેટ મ્યૂનિ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતું, અમદાવાદ મનપાનું વર્ષ 2024-25 નું ડ્રાફ્ટ બજેટ જાહેર કરાયુ હતુ, આજે 10801 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરાયુ હતુ. જેમાં રેવન્યુ ખર્ચ 5300 કરોડ અને કેપિટલ ખર્ચ 5501 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનર એમ થેન્નારસને આ બજેટને રજૂ કર્યુ હતુ. 


આ વખતના બજેટમાં પાંચ મહત્વની બાબત પર ધ્યાન રખાયું છે. વિકસિત અમદાવાદ ૨૦૪૭ ને ધ્યાને રાખી વિકાસ કરાશે, નેટ ઝીરો અને કાર્બન ન્યૂટ્રલને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત રેસિલીયન્ટ અને સસ્ટેનેબલ એનર્જી પર ભાર મુકવામાં આવ્યો છે. ઝીરો વેસ્ટ અને સરક્યૂલર ઈકોનૉમીને પ્રાધાન્ય અપાયું છે. લિવેબલ અને હેપ્પી સિટી બનાવવા પણ પણ ખુબ મોટો ભાર મુકાયો છે. ઇલેક્ટ્રિક વાહનો ઉપર ભાર મુકવા પણ AMCનો પ્લાન છે.