અમદાવાદઃ દિવાળી પછી અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતાં સરકાર હરકતમાં આવી ગઈ છે અને કોરોના કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જોકે, હવે અમદાવાદીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવે કોરોનાથી સાજા થયેલા લોકો પણ ફરીથી કોરોનાસંક્રમિત થઈ રહ્યા છે. અગાઉ પણ કેટલાક ડોક્ટરો ફરીથી કોરોનાસંક્રમિત થયા હતા.
હવે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીને ફરીથી કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. દક્ષિણ ઝોનના DYMC રાજેશ મહેતા ફરી કોરોના સંક્રમિત થયા છે. જૂન મહિનામાં રાજેશ મહેતા કોરોનાથી સંક્રમિત થયા હતા. દક્ષિણ ઝોનના DYMCનો ચાર્જ સૌરભ પટેલને સોંપવામાં આવ્યો છે. પુનઃ સંક્રમિત થયેલા DYMC ને હાલ કોઈ લક્ષણ નથી. જૂન માસમાં સંક્રમિત થતા સમયે પણ લક્ષણ ન હતા.
અમદાવાદ કોર્પોરેશનના કયા મોટા અધિકારીને ફરી લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Nov 2020 11:26 AM (IST)
હવે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીને ફરીથી કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. દક્ષિણ ઝોનના DYMC રાજેશ મહેતા ફરી કોરોના સંક્રમિત થયા છે. જૂન મહિનામાં રાજેશ મહેતા કોરોનાથી સંક્રમિત થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -