અમદાવાદઃ 26 હજાર સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. જોધપુરમાં સફાઈ કામદાર પર થયેલા હુમલાના વિરોધમાં આ હડતાળ પડાઈ છે. તો હુમલા મામલે નોકર મંડળના આગેવાન હરીશ મકવાણા સહિતના સફાઈ કામદારો હાલમાં અમદાવાદ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા છે. જેઓ આ હુમલા અંગે સત્તાધીશોને રજૂઆત કરશે. એએમસી પહોંચેલા આગેવાનો અને સફાઈ કામદારોએ અમરીશ પટેલની અટકાયતના સુત્રોચ્ચારો કર્યા છે. તો હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારો વી. એસ. હોસ્પિટલ પહોંચ્યા હતા. અને સાંજના સમયે મેયર ગૌતમ શાહને આ સફાઈ કામદારો મળીને ચર્ચા કરશે.
શહેરના જોધપુર વોર્ડમાં 5 સફાઇ કામદારો પર હુમલો થતા સફાઇ કામદારોએ હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. મનપાના નોકર મંડળે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યુ કે માર મારનાર લોકોને જ્યાં સુધી પકડવામાં નહી આવે ત્યાં સુધી સફાઇ કામદારો હડતાલ ઉતર્યા છે.મહામંત્રી હરીશ મકવાણાએ નિવેદન આપ્યુ છે કે 44 વોર્ડના 26 હજાર સફાઇ કામદારો હડતાલમાં જોડાયા છે.