આણંદઃ ખાતે મળેલી ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય કારોબારી આજે શનિવાર સાંજે પૂર્ણ થઇ હતી. શુક્રવારે આણંદના બકરોલ ખાતે આ બેઠક શરૂ થઇ હતી. આ બેઠકમાં 2017ની ચુંટણીને લઇને રોડ મેપ તૈયાર કવરામાં આવ્યો હતો. સંગઠનને મજબૂત કરવા માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. ચુંટણી લક્ષી વિવિધ બુથ લેવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ બેઠકમાં ઉરી હુમાલા બાદ જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે શોક પ્રસ્તાવ પસાર કવરામાં આવ્યો હતો તેમજ સર્જીકલ સ્ટ્રાઇક માટે ભારત સરકારને અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કવરામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બીજેપીની અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત તમામ ટોચના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.