અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ બેન્કોના સ્ટાફના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી તેમનાથી અન્ય લોકોને કોરોના થાય નહીં. આ ઉપરાંત અમદાવાદના એસ.ટી. બસ સ્ટેન્ડ પર આવનારા તમામ લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, એક્સપ્રેસ હાઇવે પર પણ સઘન સ્ક્રીનિંગ શરૂ કરાયું છે.
એટલું જ નહીં, મનપાએ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ(એએમટીએસ)ના તમામ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરવાના શરૂ કર્યા છે. શહેરમાં જાહેર પરિવહન સાથે સંકળાયેલી સેવા હોવાથી કોરોનાના સંક્રમણનું જોખમ વધુ હોય છે.