અમદાવાદઃ દેશમાથી હજુ કોરોનાએ વિદાય લીધી નથી, હજુ પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો સામે આવી રહ્યો છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે કોરોનાને હરાવવા માટે માત્ર એક જ ઉપાય છે. આ કારણે હવે સરકારે વેક્સીનેશનેને પુરજોશમાં શરૂ કરી દીધુ છે. ગુજરાતમાં પણ આને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. નવરાત્રીના સમયે હવે અમદાવાદમાં એક મોટી યોજના સામેલ કરવામાં આવી છે, એટલે કે અમદાવાદમાં આજથી વેકસીન સાથે એડીબલ ઓઇલ આપવામાં આવશે, શહેરના સ્લમ વિસ્તારમાં વેકસીનેશન વધારવા AMCઆ ખાસ આયોજન કર્યુ છે, જેથી વેક્સીનેશનને આગળ વધારી શકાય. 


AMCએ સ્લમ વિસ્તારમાં વેક્સીનેશનને વેગ આપવા માટે કોરોનાની રસી લેનારને 1 લિટર ખાદ્યતેલ અપાશે એવી જાહેરાત કરી છે,  24 કલાકમાં રસી લેનારમાંથી 25 વિજેતાને મોબાઈલ આપવામાં આવશે, વધુમાં વધુ વેકસીન માટે લકી ડ્રો પણ આયોજન પણ કરવામાં આવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં વેકસીન લેનારા નાગરિકોના મોબાઈલ નંબરનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને આ યોજના પ્રમાણે પ્રથમ 25 વિજેતા નાગરિકોને મોબાઈલ આપશે, છેલ્લા 24 કલાકમાં વેકસીન લેનારા નાગરિકોના મોબાઈલ નંબરનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, પ્રથમ 25 વિજેતા નાગરિકોને મોબાઈલ આપશે. 


Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં આજે કોરોનાના નવા 24  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,855 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું  છે.   આજે  4,09,494 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 177 નાગરિકો સ્ટેબલ છે. 8,15,855 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 5, વલસાડમાં 5, ભાવનગરમાં 2, નવસારીમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 12 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4159 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 30189 નાગરિકોને રસીનો પ્રથમ અને 84394 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 97092 નાગરિકોને રસીનો પ્રથમ અને 193648 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,09,494 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,41,68,289 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.